Home> India
Advertisement
Prev
Next

Fact Check: શું સરકાર 'આ' યોજના હેઠળ બધા ખાતાધારકોને માસિક 3000 રૂપિયા આપે છે? જાણો હકીકત

પ્રધાનમંત્રી માનધન યોજના (Pradhan Mantri Mandhan Yojana) હેઠળ તમામ લોકોના ખાતામાં દર મહિને 3000 રૂપિયાની કેશ રકમ તમારા ખાતામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં આવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેના વિશે PIB Fact Check તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. ટ્વીટ કરીને કહેવાયું છે કે સરકાર આવી કોઈ યોજના ચલાવતી નથી અને આ દાવો સંપૂર્ણપણે ફેક છે. 

Fact Check: શું સરકાર 'આ' યોજના હેઠળ બધા ખાતાધારકોને માસિક 3000 રૂપિયા આપે છે? જાણો હકીકત

નવી દિલ્હી: પ્રધાનમંત્રી માનધન યોજના (Pradhan Mantri Mandhan Yojana) હેઠળ તમામ લોકોના ખાતામાં દર મહિને 3000 રૂપિયાની કેશ રકમ તમારા ખાતામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં આવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેના વિશે PIB Fact Check તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. ટ્વીટ કરીને કહેવાયું છે કે સરકાર આવી કોઈ યોજના ચલાવતી નથી અને આ દાવો સંપૂર્ણપણે ફેક છે. 

fallbacks

ભાજપે આ પાર્ટીને આપ્યો કડક સંદેશ, 'PM મોદીની તસવીરનો ઉપયોગ નહી કરી શકો'

દાવો: એક યુટ્યૂબ વીડિયોમાં એવો દાવો કરવામાં આવે છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી માનધન યોજના હેઠળ તમામના ખાતામાં દર મહિને 3000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરે છે. PIB Fact Checkએ આ દાવો ફગાવ્યો છે. કેન્દ્ર સરકાર આવી કોઈ જ યોજના હેઠળ 3000 રૂપિયા દર મહિને આપતી નથી. 

દેશમાં હાલ કોરોના મહામારીનો પ્રકોપ છે. આ દરમિયાન આવા સમાચારો અને વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ છે. જેમાં અનેક સરકારી યોજનાઓના માધ્યમથી લોકોને પૈસા મળવાની વાત કરાય છે. પીઆઈબી આવા અનેક વીડિયોની પોલ ખોલી ચૂક્યું છે. આ અગાઉ પણ એક વોટ્સએપ મેસેજમાં દાવો થયો હતો કે કેન્દ્ર સરકાર મહાત્મા ગાંધી બેરોજગાર યોજના હેઠળ ઘરે બેસીને કમાણી કરવાની તક આપી રીહી છે. 

પીઆઈબીએ આ દાવાની પણ તપાસ કરી અને તેને ફગાવ્યો હતો. પીઆઈબી તરફથી એવી જાણકારી અપાઈ કે કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવતી નથી. 

હાથરસ કેસ: તાબડતોબ મધરાતે કેમ કરાયા પીડિતાના અંતિમ સંસ્કાર? UP સરકારે આપ્યો જવાબ

પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (PIB)એ ઈન્ટરનેટ પર પ્રચલિત ખોટી સૂચનાઓ અને ફેક ખબરો પર અંકૂશ લગાવવા માટે ડિસેમ્બર 2019માં PIB Fact Checkની શરૂઆત કરી છે. એવો દાવો કરાયો કે તેનો હેતુ 'સરકારની નીતિઓ અને વિભિન્ન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રસારિત થતી યોજનાઓ સંબંધિત ખોટી સૂચનાની ઓળખ કરવાનો' હતો. 

સરકાર તરફથી વારંવાર આવી નિરાધાર ખબરોને શેર ન કરવાની અને ફક્ત વિશ્વસનીય સ્ત્રોત ઉપર જ ભરોસો કરવાની લોકોને અપીલ કરવામાં આવતી હોય છે. 

હાથરસ કેસ પર તમામ સમાચારો વિગતવાર જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More